loader-missing
 ||  જાહેરાત માટે

ધન (ભ, ધ, ફ, ઢ )  ધન (ભ, ધ, ફ, ઢ )

પોઝિટિવ :

ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે આ વર્ષ ઘણું સારું રહેશે. તમે જેટલી મહેનત કરશો તેટલું સારું પરિણામ મળશે. ભાઈ-બહેન સાથે કોઈ મતભેદ ચાલશે તો સંબંધોમાં મધુરતા પાછી આવશે. વિદેશ જવાનો પ્રયાસ કરી રહેલા લોકોની ચાલી રહેલી અડચણો દૂર થશે. આ સિવાય કેટલીક ધાર્મિક યાત્રાઓ પણ થઈ શકે છે. જો તમે કાનૂની લડાઈ લડી રહ્યા છો, તો કોઈ ખાસ વ્યક્તિ દ્વારા તેમાં સફળતા મળવાની પ્રબળ સંભાવના છે.


નેગેટિવ :

ધન રાશિના દરેક વય જૂથના લોકોએ આ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે સફળતા મેળવવા માટે ઘણી મહેનત કરવી પડે છે. તમારા પ્રતિસ્પર્ધીઓ પરાજિત થશે, પરંતુ તમારા માટે સમસ્યાઓ ઊભી કરશેપ્રોપર્ટી સંબંધિત બાબતોમાં સખત મહેનતથી સફળતા મળશે, ખાસ કરીને પેપર્સ વગેરે કાળજીપૂર્વક તપાસવાની જરૂર છે.


ફેમિલી :

વર્ષ દરમિયાન આ રાશિના કેટલાક મિત્રોથી દૂર રહો, કારણ કે કેટલાક લોકો તમારા પૈસાથી આકર્ષિત થશે. આ લોકોને પોતાનો સ્વાર્થ સધાઈ ગયા પછી સંબંધ તોડી શકે છે. જેના કારણે તમને આર્થિક અને માનસિક નુકસાન થશે. નવો સંબંધ બાંધતાં પહેલાં વ્યક્તિના વિચારો ચોક્કસપણે સમજી લો. તૂટેલા સંબંધો પાછળનાં કારણો તમે સમજી શકશો. આ સમય દરમિયાન તમે લોકોની ભૂલો માફ કરશે. નજીકના લોકો સાથેના સંબંધોમાં પણ બદલાવ આવશે, જેના કારણે બેચેની વધશે, પરંતુ જે પણ પરિસ્થિતિ ઊભી થશે, તમે તેમને સરળતાથી સ્વીકાર  કરી લેશો. પરિસ્થિતિ પ્રમાણે તમે તમારામાં ફેરફાર કરશો તો સારું રહેશે.

તમારા સ્વભાવમાં વધતી સાનુકૂળતા ફાયદાકારક રહેશે. લોકોનો ન્યાય કરતી વખતે સાવચેત રહો, કારણ કે તમારી આસપાસ સાચા અને ખોટા બંને લોકો છે. આ વર્ષે તમારે અંગત જીવન પર ધ્યાન આપવું પડશે. તમને તમારી મહેનતનું પરિણામ મળશે. સ્વાસ્થ્યમાં પણ ફેરફાર આવશે. નવા સંબંધની શરૂઆત થઈ શકે છે. સંપૂર્ણ માહિતી મેળવ્યા પછી જ જરૂરી નિર્ણય લો.


લવ :

પારિવારિક વાતાવરણ સૌહાર્દપૂર્ણ રહેશે અને પરિવારમાં લગ્ન અથવા સંતાનના જન્મ જેવી કોઈ શુભ ઘટના બની શકે છે. તમારી સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે અને નવા લોકો સાથે સંપર્ક સ્થાપિત થશે. સંતાન તરફથી પણ ખુશી મળશે. પ્રેમ સંબંધોમાં વિશ્વાસની લાગણી સાથે, તમે સંબંધોને વધુ મજબૂત કરી શકશો.

સંબંધોમાં અગાઉનાં દુઃખ આ વર્ષે દૂર થઈ જશે. તમે તમારા પરિવારની નજીકનો અનુભવ કરશો. જૂના સંબંધોની નકારાત્મકતા દૂર થશે અને તમે નવા સંબંધ માટે સકારાત્મક બનશો. જે લોકો વિવાહિત છે તેઓએ તેમના ઘર સંબંધિત બાબતો ઉપર વધુ ધ્યાન આપવું પડશે. કોઈ વ્યક્તિના કારણે તમારા સંબંધોમાં ગેરસમજ થઈ શકે છે. પરસ્પર વિશ્વાસનો અભાવ જીવનસાથીને ઉદાસીનું કારણ બની શકે છે. લગ્ન કરવા ઇચ્છુકોને તેમની અપેક્ષા મુજબ જીવનસાથી મળશે.


કેરિયર/પ્રોફેશન :

વ્યવસાયઃજાન્યુઆરીથી જૂન સુધીનો સમય મધ્યમ રહેશે. જે લોકો લેખન, સાહિત્ય, કળા, સંગીત, સિનેમા, મોડલિંગ અથવા અન્ય કોઈપણ રચનાત્મક ક્ષેત્ર સાથે જોડાયેલા છે, તેઓ તેમની પ્રતિભાના આધારે આગળ વધવામાં સફળ રહેશે. જો તમે પરીક્ષા અથવા સ્પર્ધા દ્વારા નોકરી અથવા રોજગાર શોધી રહ્યા છો, તો તમને ઇચ્છિત સફળતા મળશેવિદેશમાં વેપાર કરવા માગતા લોકો માટે પણ આ સમય યોગ્ય છે. વર્તમાન નોકરી અને ધંધામાં અનુકૂળ પરિસ્થિતિઓનું નિર્માણ થશે અને પ્રગતિની તકો ઉપલબ્ધ થશે. શિક્ષણ ક્ષેત્રે યોગદાન આપનારા લોકોને સન્માન મળવાની પણ સંભાવના છે. આર્થિક ક્ષેત્રે કરેલા પ્રયાસો સફળ થશે અને આવકનો નવો સ્રોત પણ મળી શકે છે. પરંતુ વર્ષના મધ્ય ભાગ પછી, તમારે તમારી વર્તમાન નોકરી અથવા વ્યવસાયમાં સારાં પરિણામો મેળવવા માટે પહેલાં કરતાં વધુ પ્રયત્નો કરવાં પડશે. તમને અધિકારીઓ અને સહકાર્યકરોનો તમે ધારો છો એટલો સહયોગ નહીં મળે. જો તમે કોઈ પરીક્ષા કે સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છો, તો તમારા પ્રયત્નોને મંદ ન થવા દો.

કરિયર
પરિવર્તનના કારણે તમારી ચિંતામાં વધારો થશે. જેમ તમે જૂના ફેરફારો અપનાવ્યા છે, તેમ આ ફેરફારોને પણ અપનાવવા પડશે. કેટલાક લોકોને પ્રમોશન પણ મળી શકે છે, પરંતુ પ્રમોશન મળવાની શક્યતા ઓછી છે. વિદ્યાર્થીઓને વધુ મહેનત કરવી પડશે. વિદેશમાં ભણવા માગતા વિદ્યાર્થીઓએ ધાર્યા કરતાં વધુ મહેનત કરવી પડશે. તેમજ કોઈ પ્રભાવશાળી વ્યક્તિની મદદ લેવી પડશે.
જે લોકો વ્યવસાય સાથે જોડાયેલા છે તેઓએ લક્ષ્ય અને સમય અનુસાર કામ કરવું પડશે. તમારી યોજના મુજબ કામ કરતા રહો.


હેલ્થ :

છઠ્ઠા ભાવમાં ગુરુનું સંક્રમણ તમારા સ્વાસ્થ્યને પ્રભાવિત કરશે. ખાસ કરીને જો તમને અપચો અને એસિડિટી જેવી ફરિયાદ હોય તો તમારે ખાસ કાળજી લેવી પડશે. આ સમયે કોઈપણ પ્રકારનું જોખમ લેવાથી તમારી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ વધી શકે છે. ઈજા વગેરે થવાની સંભાવના રહેશે.

આ વર્ષે પેટ સંબંધિત ઇન્ફેક્શન થવાની પણ શક્યતા છે. તેમની સારવાર ફક્ત ડૉક્ટરની મદદથી જ થઈ શકે છે. જો તમે ઘરગથ્થુ ઉપચારનો પ્રયોગ કરશો તો તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે અને તમે વધુ પૈસા પણ ખર્ચશો, તેથી તમારા સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર ન રહો.


ઉપાય :