પોઝિટિવ :
નેગેટિવ :
ફેમિલી :
આ રાશિ માટે 2024ના વર્ષની શરૂઆત હકારાત્મક રહેશે. ખાસ કરીને યુવાનોને ફાયદો થશે. કૌટુંબિક વિવાદોનો ઉકેલ આવશે. પરિવારના સહયોગથી નેગેટિવિટી દૂર થશે. જો તમે તમારા મનની વાત ખૂલીને બોલશો તો સંબંધોમાં ગેરસમજ દૂર થશે. કોઈ મિત્ર સાથે પૈસા સંબંધિત કોઈ લેવડ-દેવડ ન કરો તો સારું રહેશે. જો તમે પ્રોપર્ટી સંબંધિત કામ કરવા માગો છો, તો પરિવારની મદદ લેશો તો સારું રહેશે. નિયમિત કાર્યોમાં ઘણી સમસ્યાઓ આવી શકે છે, પરંતુ તમે સમસ્યાઓ દૂર કરી શકશો. વાહન ચલાવતી વખતે સાવધાની રાખશો, નહીં તો અકસ્માત થઈ શકે છે. પરિવાર સાથે જોડાયેલા વિચારો બદલાશે. પરિવાર તેમજ મિત્રોના કારણે એકલતા દૂર થશે. મેષ રાશિના યુવકો વર્ષની શરૂઆતમાં લગ્ન કરી શકે છે. વેપાર માટે પણ આ વર્ષ ખૂબ જ ખાસ રહેશે.
લવ :
પરિવારમાં શુભ કાર્ય પૂરાં થશે. પ્રેમ સંબંધો લગ્નમાં પરિવર્તિત થવા માટેનો માર્ગ સરળતાથી મોકળો થશે.
આ વર્ષ તમારા માટે હકારાત્મક રહેશે. જે લોકો લગ્ન કરવા ઈચ્છે છે તેઓ વર્ષની શરૂઆતમાં લગ્ન કરી શકે છે. મોટાભાગના લોકોનાં લગ્ન પરિવારની ઈચ્છા મુજબ જ થશે. જો તમે કોઈ સંબંધમાં છો, તો તમને પ્રતિબદ્ધતા મળશે, પરંતુ આ સંબંધને પરિવારની સંમતિ મેળવવામાં સમય લાગી શકે છે. તમારા જીવનસાથી અને પરિવાર સાથે ધીરજપૂર્વક વર્તો.
કેરિયર/પ્રોફેશન :
વ્યવસાયઃ- નોકરી અને વ્યવસાયની દૃષ્ટિએ આ શરૂઆતના 6 મહિના ખૂબ સારા છે. નોકરી અને પ્રમોશન મળવાની પ્રબળ સંભાવના છે. જો તમે બીજે ક્યાંક નોકરી શોધી રહ્યા છો, તો તમને તેમાં સરળતાથી સફળતા મળશે. વિદેશમાં નોકરી અને બિઝનેસ મળવાની સંભાવના પણ વધી રહી છે. જો તમે કોઈ નવું કાર્ય શરૂ કરવા જઈ રહ્યા છો, તો તેમાં પણ તમને ઈચ્છિત સફળતા મળશે. નાણાકીય દૃષ્ટિએ આ સમય સારો છે. આવકમાં વધારો થવાની સંભાવના છે અને ઘણા લોકોને આવકના સ્રોત પણ મળશે. તમારી પ્રતિષ્ઠામાં વધારો થશે.
હેલ્થ :
આ વર્ષે શરીરની ગરમી ન વધે તેનું ધ્યાન રાખવું. શરીર ડિહાઇડ્રેટ ન થવું જોઈએ. એસિડિટી પર કંટ્રોલ રાખો. શરીરને ડિટોક્સ કરો. ઊંઘ સંબંધિત સમસ્યાઓ દૂર થશે, કારણ કે આ વર્ષે તમારો તણાવ સમાપ્ત થવાની સંભાવના છે.
ઉપાય :