loader-missing
All materials on this website are copyright protected and any reproduction shall be harshly prosecuted.
 ||  Advertise With Us
કર્ક   (ડ હ)કર્ક (ડ હ)

કર્ક રાશિના જાતકો માટે વર્ષ 2018ના રાશિ ભવિષ્ય અનુસાર તમે તમારી આસપાસ વધુ ઊર્જાનો અનુભવ કરશો અને બીજાનું નેતૃત્વ કરવાની ઇચ્છા પ્રબળ હશે. પ્રિયપાત્ર તમને સારી રીતેના સમજે અને આ જ કારણોસર સંબંધોમાં કડવાશ આવે. કૌટુંબિક જીવન સૌહાર્દપૂર્ણ રહેશે. તમારી
પ્રતિષ્ઠા વધશે અને કાર્યસ્થળે જવાબદારીમાં વધારો થાય. સામાજિક હોદ્દો-દરજ્જો પણ વધશે.
આ સમયગાળામાં જૂની બિમારી ફરીથી માથુ ઊંચકે તેવી શક્યતાઓને ધ્યાનમાં રાખતા સ્વાસ્થ્યની પૂરતી કાળજી લેવી. વૈવાહિક જીવનમાં ખુશીનો અભાવ વર્તાય અને ઉદાસી રહે. વૈવાહિક જીવનના સૌહાર્દને ટકાવી રાખવા માટે ઉગ્ર દલીલબાજી કરવાનું ટાળવું. અતિશય ખર્ચ થાય. કમાણી થાય પરંતુ અતિશય ખર્ચાઓ પર કાબૂ રાખજો અન્યથા આર્થિક સ્થિતિમાં અંસતુલન આવતા વાર નહીં લાગે.
વિદ્યાર્થી જાતકો સારું પરફોર્મ કરે તેમજ સંતાનો દૃઢનિશ્ચય રાખશે. વર્ષ દરમિયાન તમારો હેતુ જીવનને માણવાનો અને ખર્ચ કરવાનો હોવાથી તમે વૈભવી જીવનશૈલીનો આનંદ માણશો. તેના માટે તમે સખત મહેનત પણ કરશો. એકંદરે, આ વર્ષ કેટલાક પડકારોને બાદ કરતા ખૂબ સાનુકૂળ
બની રહેશે.