loader-missing
 ||  જાહેરાત માટે

મિથુન ( ક. છ. ઘ.)  મિથુન ( ક. છ. ઘ.)

પોઝિટિવ :

જમીન, મિલકત, મકાન વગેરેની ખરીદી-વેચાણ માટે આ સમય ઘણો લાભદાયક છે, વાહન ખરીદવાની પણ સંભાવના છે. દેશ-વિદેશની યાત્રાઓ થશે અને તેનાથી તમારું સન્માન પણ વધશે. તમે જે પણ કામમાં હાથ લગાવો છો, તેમાં તમને મોટી સફળતા મળશે. જો પૈતૃક સંપત્તિ સંબંધિત કોઈ મામલો કોર્ટમાં ફસાયેલો છે, તો તમે તેને પરસ્પર સહમતિથી ઉકેલવાનો પ્રયાસ કરશો તો તેમાં સફળતા મળશે. જો તમારું કોઈ કામ અટવાયું હોય તો તેને એપ્રિલ સુધીમાં ઉકેલવા માટે અનુકૂળ સમય છે.


નેગેટિવ :

પારિવારિક મામલાઓને સમયસર ઉકેલો, નહીંતર સમસ્યા વધી શકે છે. વર્ષના ઉત્તરાર્ધમાં લેવડ-દેવડના મામલામાં બેદરકારીને કારણે થોડું નુકસાન થવાની સંભાવના છે. થોડી સાવધાની તમને આ સમસ્યામાંથી બચાવશેનજીકના સંબંધીઓ સાથે કોઈ વિવાદ ચાલી રહ્યો હોય તો ધીરજ અને સંયમ રાખવો પડશે. ગુસ્સો પરિસ્થિતિમાં વધુ નકારાત્મકતા ઉમેરશે.


ફેમિલી :

આ વર્ષે મિથુન રાશિના લોકો તેમનાં કેટલાંક લક્ષ્યો સુધી પહોંચીને સફળતા મેળવી શકે છે.   આ રાશિના જાતકોએ અજાણ્યા ભયથી બચવું પડશે. નકારાત્મક વિચારો દૂર થશે. તમને નવી વસ્તુઓનો અનુભવ થશે. તમે જેમની પાસેથી મદદ લો છો તેમની સાથે મતભેદ પણ થઈ શકે છે. તમારો પરિચય નવા લોકો સાથે થશે અને તેમની મદદનો લાભ મળી શકે છે. આધ્યાત્મિકતા પ્રત્યે લગાવ વધશે. વ્યક્તિત્વમાં પરિવર્તન આવશે. નિરાશ અને હતાશ લોકોના જીવનમાં પરિવર્તન આવશે. કેટલાક લોકો એકાંતમાં સમય પસાર કરવાનો પ્રયાસ કરશે. તમે લક્ષ્ય પર કામ કરવાનું શરૂ કરશો. તમારું કામ બીજાને પ્રેરણા આપશે.

તમે જે મોટી તકની રાહ જોઈ રહ્યા છો તે તમારા કોઈ જાણકાર તરફથી આવશે. કાળજીપૂર્વક વિચાર-વિમર્શ કર્યા પછી જ કોઇ તકનો સ્વીકાર કરો. પૈસાની લેવડ-દેવડ સાવધાનીથી કરશો તો ફાયદો થશે. ઉધાર આપેલા પૈસા  પણ પાછા મળી શકે છે. નવો ધંધો શરૂ કરી શકાય છે, પરંતુ આ ધંધો શરૂ કરતાં પહેલાં જોખમ વિશે ચોક્કસથી વિચારો. મિથુન રાશિના લોકોને પરિવારની મહિલાઓ સાથેના સંબંધોમાં બદલાવ આવશે. માતા તરફથી નારાજગી દૂર થશે. તમારા જીવનમાં હકારાત્મકતા વધશે.


લવ :

પારિવારિક વાતાવરણ પ્રોત્સાહક રહેશે પરંતુ પરસ્પર મતભેદોને કારણે કેટલીક સમસ્યાઓ ઊભી થઈ શકે છે જેના કારણે માનસિક પીડા થવાની સંભાવના છે. વર્ષની શરૂઆતમાં કોઈ શુભ કાર્યને કારણે ઘરમાં ઉત્સવનું વાતાવરણ રહેશે. જો લગ્ન યોગ્ય હોય તો લગ્ન પણ થઈ શકે છે.

રિલેશનશિપ સંબંધિત બાબતોમાં બદલાવ આવશે, જે તમારું જીવન બદલી નાખશે. તમારા સંબંધ વિશે ચોક્કસ વિચારો. લગ્ન માટે પરિવારની મંજૂરી અચૂક લો. જો તમે લવ મેરેજ કરો છો તો પરિવાર તમારા જીવનસાથીને ઝડપથી સ્વીકારશે નહીં, પરંતુ તમારે તેમને મનાવવા પડશે.


કેરિયર/પ્રોફેશન :

વ્યવસાયઃ- જે લોકો નોકરી શોધી રહ્યા છે, અથવા નવો વ્યવસાય શરૂ કરવા માગે છે, તેમના કામ ખૂબ જ સરળતાથી પૂર્ણ થશે. તમને તમારી વર્તમાન નોકરી અને વ્યવસાયમાં પ્રગતિ કરવા માટે ખૂબ સારી તકો મળશે. આર્થિક દૃષ્ટિએ સમય ઘણો સારો છે અને આવકમાં વધારો થવાની સંભાવના છે. જો તમે વિદેશમાં નોકરી કે બિઝનેસ શોધી રહ્યા છો તો તેના માટે આ ખૂબ જ સારો સમય છે, તેનો પૂરો લાભ ઉઠાવવાનો પ્રયાસ કરો. રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા લોકો ઉત્તમ નફો કમાશે, ફક્ત લેવડ-દેવડમાં સાવધાની રાખોવિદેશથી ચાલતા ધંધાઓ આગળ વધશે. જેઓ પરીક્ષા વગેરે દ્વારા રોજગાર મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે તેમને પણ સફળતા મળશે. મેથી ડિસેમ્બર દરમિયાન તમને મિશ્ર પરિણામો મળશે. પરંતુ એકંદરે પરિણામ સારાં આવશે. વર્તમાન નોકરી અને વ્યવસાયમાં એડજસ્ટમેન્ટ થશે, પરંતુ તમારે સમયાંતરે માનસિક તણાવનો સામનો કરવો પડશે. આ સ્થિતિ ખાસ કરીને સપ્ટેમ્બર-ઓક્ટોબર મહિનામાં જોવા મળશે. આ સમયગાળા દરમિયાન, નોકરી કરતા લોકોની બદલી એવી જગ્યાએ થઈ શકે છે, જે તમને પસંદ ન હોય. જે લોકો વ્યવસાયમાં છે તેઓ આ સમયગાળા દરમિયાન ઉતાર-ચઢાવ જોશે. જોખમ લેવાનો આ સમય નથી. ધ્યાનમાં રાખો કે જોખમ લેવાથી નુકસાન પણ થઈ શકે છે.

કરિયર
વિદેશ સંબંધિત કામમાં ધ્યાન આપશો તો  મોટો ફાયદો થઈ શકે છે. પરવાનગી મેળવ્યા પછી જ વિદેશ સંબંધિત કામ કરો, નહીં તો નુકસાન થઈ શકે છે. દસ્તાવેજોને લગતાં કામમાં જોખમ બિલકુલ ન લેવું. જે લોકો નવી નોકરી શોધી રહ્યા છે તેઓને માર્ચ પછી નોકરી મળી શકે છે. મે મહિનામાં તમને પગાર-વધારો મળી શકે છે. જો તમે તમારી નોકરી બદલવા માગો છો, તો તમારે પરિવારની મદદ લેવી પડી શકે છે.


હેલ્થ :

સ્વાસ્થ્યની દૃષ્ટિએ પરિવારના કોઈ સભ્યનું સ્વાસ્થ્ય અચાનક બગડી શકે છે અને તેના કારણે તાત્કાલિક ચિંતા થઈ શકે છે. આ પરિસ્થિતિઓમાં, ધીરજ અને સંયમથી કામ કરવું તમારા માટે વધુ ઉપયોગી સાબિત થશે. જો જરૂરી હોય તો, અનુભવી આયુર્વેદાચાર્યની સલાહ લેવી પણ ફાયદાકારક રહેશે.

આ વર્ષે હાડકાં અને સાંધાનો દુખાવો થઈ શકે છે. વાહન બાબતે સાવધાની રાખો. જો તમને ઈજા થાય છે, તો આ ઈજા ઝડપથી મટશે નહીં. અકસ્માતના કારણે વધુ પૈસાનો ખર્ચ  પણ થઈ શકે છે. સ્વાસ્થ્યને લઈને સાવધાન રહો. તમારી ખાવા-પીવાની આદતોમાં જરૂરી ફેરફાર કરો. નિયમિત ચેકઅપ કરાવતા રહો. ડૉક્ટરની સલાહ લીધા પછી જ લાઇફસ્ટાઇલમાં ફેરફાર કરો.


ઉપાય :