પોઝિટિવ :
જાન્યુઆરીથી એપ્રિલ સુધીનો સમય ખાસ કરીને સારો છે. આ સમયગાળા દરમિયાન તમે જે પણ કાર્ય હાથ ધરશો તેમાં તમને સફળતા મળશે. રિયલ એસ્ટેટની ખરીદી અને વેચાણની તકો છે અને તમને તેમાંથી સારો નફો મળશે. સર્જનાત્મક ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને તેમની પ્રતિભા દર્શાવીને આગળ વધવાની તક મળશે. જો તમે સામાજિક કે રાજનૈતિક ક્ષેત્ર સાથે છો તો આ સમય તમારા માટે ઘણો સારો છે. તમારી સામાજિક પ્રતિષ્ઠા પણ વધશે. 1 મેથી વર્ષના અંત સુધીનો સમય એકંદરે સારો રહેશે. જો કે, સમયાંતરે કેટલીક કટોકટી પણ ઊભી થઈ શકે છે. જેને તમે તમારી બુદ્ધિ અને સમજદારીથી હલ કરશો.
નેગેટિવ :
કુંભ રાશિના લોકોના સ્વભાવમાં ક્યારેક કઠોરતા આવી શકે છે. તમારા સ્વતંત્ર વિચારો પર થોડો અંકુશ રાખો અને સકારાત્મક પાસાંઓ પર વધુ ધ્યાન આપો. ખૂબ જલ્દી ગુસ્સે થવું અથવા આવેગજન્ય થવું તમારા માટે નુકસાનકારક રહેશે, જેનાથી તમને મુશ્કેલી થઈ શકે છે. આર્થિક બાબતોમાં થોડા ઉતાર-ચઢાવ આવશે. ઘરની જાળવણી પર પણ તમે તમારા બજેટ કરતાં વધુ ખર્ચ કરશો. આ વર્ષે તમે કોર્ટ સંબંધિત બાબતોથી દુર રહેવું હિતાવહ રહેશે
ફેમિલી :
આ રાશિ માટે નવું વર્ષ ખૂબ જ લાભદાયી રહેશે. તમને હવે જૂનાં રોકાણોમાંથી લાભ મળવા લાગશે. જીવનમાં પરિવર્તન પણ આવશે. તમે જે ભૌતિક સુખો મેળવવા માગો છો તે પ્રાપ્ત થશે. તમે જીવનમાં જે સ્થિરતા પ્રાપ્ત કરવા માગો છો તે આ વર્ષે પ્રાપ્ત થશે. તમારે તમારા લક્ષ્ય માટે પ્રયત્નો કરવા પડશે. એક ધ્યેયને વળગી રહો અને તેને હાંસલ કરવાનો પ્રયાસ કરતા રહો. અન્ય લોકો સાથે વાતચીત કરતી વખતે, તમારા માટે તેમના પરિપ્રેક્ષ્યને સમજવું જરૂરી છે. અન્યથા લોકો સાથે તમારા સંબંધો બગડી શકે છે, જેના કારણે તમને દુઃખ થશે. આ વર્ષે તમારે જિદ્દથી બચવું પડશે. આ વર્ષે તમે પરિસ્થિતિ પ્રમાણે બદલાતા શીખી જશો. નાણાકીય સ્થિતિમાં સુધારો થવા લાગશે, તેથી તમે મોટી ખરીદી વિશે વિચારશો. અગાઉનાં રોકાણોનો ઉપયોગ કરીને જંગી નફો કરશે.
લવ :
પારિવારિક વાતાવરણ સૌહાર્દપૂર્ણ રહેશે. મૂંઝવણના કિસ્સામાં સક્ષમ લોકો અને શુભેચ્છકોની સલાહ હંમેશાં ઉપયોગી સાબિત થશે. મનોરંજક અથવા ધાર્મિક યાત્રાઓનો સિલસિલો ચાલુ રહેશે.
આ વર્ષે રિલેશનશિપમાં ખુશીનો સમય રહેશે. જે લોકો લગ્ન કરવા ઇચ્છે છે તેઓ તેમની ઇચ્છા મુજબ લગ્ન કરી શકે છે. વિવાહિત જીવનમાં સુખ અને શાંતિ રહેશે.
કેરિયર/પ્રોફેશન :
વ્યવસાયઃ- વર્ષના ઉત્તરાર્ધમાં વ્યવસાયની દૃષ્ટિએ સમય ઘણો અનુકૂળ રહેશે. લાભના નવા માર્ગો પણ ખૂલવાના છે. આ સમયે, તમારાં અધૂરાં કામ પૂર્ણ કરવા માટે સખત મહેનત કરો. યુવાનોને તેમની કારકિર્દીની ઊંચાઈઓને સ્પર્શવાની તક મળશે. જેઓ નોકરી, ધંધો મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે, અથવા પરીક્ષા કે સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે, તેમને સફળતા મળવાની સારી તકો છે. તમારી વર્તમાન નોકરી અને વ્યવસાયમાં દરેક સાથે સારા સંબંધો રહેશે અને આગળ વધવાની સારી તકો પણ રહેશે.
નોકરી-ધંધાના મામલામાં વધારે મુશ્કેલી નહીં આવે. તમે સારી રીતે પ્રગતિ કરતા રહેશો. જો કે, અધિકારીઓ અને સહકર્મીઓનું વર્તન તમને ક્યારેક આશ્ચર્યચકિત કરશે. પરંતુ તમારે તમારી ધીરજ ન ગુમાવવી જોઈએ.
હેલ્થ :
ઉપાય :