loader-missing

નવા સમાચાર :-

 ||  જાહેરાત માટે

સિંહ (મ. ટ.)  સિંહ (મ. ટ.)

પોઝિટિવ :

 • ૨૦૭૫નું વર્ષ ગુરુની દૃષ્ટિએ સુખ-સંપત્તિ અને મકાન બાબતે સારું રહે. આપની રાશિથી ચોથા સ્થાને ગુરુનું ભ્રમણ બઢતી અને યશ-પ્રતિષ્ઠા અપાવે. કેટલાંક ધાર્મિક-માંગલિક કાર્યો થવાથી આપનું મન પ્રસન્ન રહે. હૃદય અને મસ્તકના રોગોથી આ વર્ષ દરમિયાન સાવધાની રાખવી. વર્ષના ઉતરાર્ધમાં ગુરુ વિશેષ શુભ ફળદાયી બને. આ વર્ષ દરમિયાન રાહુનું ગોચર ભ્રમણ આપને શુભ ફળદાયી બનશે. આપના ગોચરનો રાહુ જો જન્મકુંડળીમાં બળવાન હશે તો સરકારી નોકરી ઇત્યાદિના યોગ બની શકે છે. ધીમી ધીમી પણ અસરકારક પ્રગતિના માર્ગ ખૂલે. બને ત્યાં સુધી નીતિ વગરનું તેમજ ખોટું ધન મેળવવાના વિચારો મગજમાંથી છોડી દેવા જ યોગ્ય રહેશે. શનિની પ્રબળતાને કારણે આપને સ્થાવર-જંગમ મિલકતથી લાભ થઇ શકે છે. આપની વડીલોપાર્જિત જે કોઈ મિલકત હોય તેમાં આપને ફાયદો થઇ શકે છે. વડીલો તરફથી જે મિલકત મળી હોય તેને વહેંચવાનો વિચાર આ વર્ષે ના કરો તે આપના માટે વધુ યોગ્ય બનશે. મકાન માટે આપના પ્રયત્નો યોગ્ય દિશામાં થવાથી આપનું મન શાંત રહે. નૂતન મકાન અથવા તો રિનોવેશન કરવાના આપના આયોજનથી મન વધુ પ્રફુલ્લિત રહે. નવું વાહન વસાવવાનું સ્વપ્ન પૂરું કરી શકશો.
 •  

નેગેટિવ :

 • ખર્ચાઓમાં વધારો થતાં આવક અને જાવકનું બેલેન્સ જાળવી શકશો નહીં. ખર્ચમાં પોતાના મોજશોખ માટે નાણાંનો વપરાશ વધુ રહે.ઘરમાં માંગલિક પ્રસંગો થવાથી વર્ષના મધ્ય ભાગમાં નાણાભીડ વધુ જોવા મળે. ગત વર્ષે જે રોકાણ કે સાહસ કર્યું હોય તેનો ખાડો આ વર્ષે ભરવો પડે.
 •  

ફેમિલી :

 • લગ્નજીવન એ કોઈ પણ વ્યક્તિના જીવનનો મહત્ત્વપૂર્ણ ભાગ છે. સોળ સંસ્કારમાંના એક એવા પવિત્ર વિવાહ સંસ્કારના યોગ આ વર્ષે આપની રાશિને વિશેષ બની રહ્યા છે. જેવા જીવનસાથીની પસંદગી માટે આપ શોધમાં હશો તે શોધ હવે પૂરી થશે. આપનું દાંપત્યજીવન આ વર્ષ દરમિયાન મધુર બની રહેશે. વૈચારિક મતભેદો દૂર થતા બંને વચ્ચે પ્રેમની લાગણી વધશે. લાંબા સમયથી જીવનસાથી સાથે જે ઘર્ષણ કે વાદ-વિવાદ ચાલતા હશે તે દૂર થશે. જીવનસાથી માટેની આપની હૂંફ મહત્ત્વનો ભાગ ભજવી જાય. આ વર્ષે સંતાનપ્રાપ્તિના સુખદ યોગ બને છે, પણ માર્ચ મહિના પછી કસુવાવડ કે ગર્ભપાત થવાની શક્યતા વધે છે માટે વિશેષ કાળજી લેવી. આપનાં સંતાનના આરોગ્યની ચિંતામાંથી આપ મુક્ત થઇ શકો છો. સંતાનના નામે સંપત્તિ લેશો તો તે લાભદાયક પુરવાર થશે. સંતાનોના પ્રશ્નોનો સુખદ ઉકેલ આવતા રાહત અનુભવાશે. વિદ્યાર્થીવર્ગ અભ્યાસમાં જેટલું ધ્યાન કેન્દ્રિત કરશે એટલો લાભ તેમને આવનારા સમયમાં મળશે. મેનેજમેન્ટના વિદ્યાર્થી હોવ તો આપે આ વર્ષે સખત પરિશ્રમ કરવો પડશે. એકંદરે વિદ્યાભ્યાસ મધ્યમ રહે.
 •  

લવ :

 • પ્રેમમાં સફળ થવાના યોગ આ વર્ષે બને છે. આપના જૂના પ્રિય પાત્રને મળવાનું થવાથી આપને ક્યાંક ને ક્યાંક નિરાશાનો ભાવ પ્રગટ થાય. પ્રેમના કારણે આપના કુટુંબ અને પરિવારમાં વિસંગતતા આવી શકે છે. આપના એક ખોટા નિર્ણયના કારણે આપનાં પરિવારજનોને મુશ્કેલીનો સામનો કરવો પડે તેમ છે. વર્ષના અંતમાં આપની લાગણીઓને માન આપી આપના પરિવારના સભ્યો આપની પસંદ ઉપર સબંધનો કળશ ઢોળી શકે તેમ છે. જો પહેલાં પ્રેમમાં દગો મળ્યો હોય તો બીજીવાર દૂધનો દાઝ્યો છાશ ફૂંકી પીવે એવું આપનું વલણ રહે.
 •  

કેરિયર/પ્રોફેશન :

 • આ વર્ષ દરમિયાન નોકરીની વ્યથામાંથી આપ હળવા થતા જાઓ. પોતાના ક્ષેત્રની નોકરી મળતાં વિશેષ આનંદ થાય. સિંહ રાશિના મિત્રોને ખાસ સલાહ છે કે નોકરીમાં પોતાનું જે સ્થાન હોય તે જાળવી રાખવું. તેમ કરવાથી યશ, પદ, પ્રતિષ્ઠા અને સત્તામાં વધારો થશે. ધંધામાં આ વર્ષ સાનુકૂળ બની રહે. જેમ જેમ ધંધો કરશો, અનુભવ મેળવશો તેમ ધંધો-વ્યાપાર વધી શકે છે. ભાગીદારીમાં ધંધો હોય તો તે આપના માટે વિશેષ લાભ આપવાવાળો બનશે. નવા પ્રોજેક્ટ પર કામ કરી શકો છો.
 •  

હેલ્થ :

 • આરોગ્યની દૃષ્ટિએ આ વર્ષ આપના માટે થોડું તકલીફ આપવાવાળું બને, કારણ કે ગુરુ અને રાહુની સ્થિતિ આપને વધુ પરેશાન કરી શકે છે. પેટ સંબંધિત ગરબડ ઊભી થતા કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે તેમ છે. ૧૫-૦૬-૨૦૧૯થી આપની આરોગ્યની પરિસ્થિતિ બદલાતા સ્વસ્થ વિચાર કરી શકો, લાંબી માંદગીમાંથી બહાર આવતા તાજગીનો અનુભવ કરી શકશો. એકંદરે આ વર્ષ દરમિયાન નાનામાં નાની તકલીફને અવગણવી નહિ. પરિવાર સાથે મનપસંદ જગ્યાએ પ્રવાસની મજા માણી શકશો.
 •  

ઉપાય :

 • આપે આ વર્ષની શાંતિ માટે ખાસ સકારાત્મક અભિગમ રાખવો. નકારાત્મક વિચારવું નહિ. વર્ષ દરમિયાન મીઠાનું સેવન ઓછું કરવું. દત્તબાવનીના પાઠ દર ગુરુવારે કરવા. પીળા રંગનું આસન પાથરી ગુરુએ આપેલા મંત્રના નિત્ય પાઠ કરવા. શાંતિ અવશ્ય થશે. કોઈ પણ સારા કાર્યમાં જતી વખતે કે નોકરી-વેપારના સ્થળે જતી વખતે તાંબાનું સૂર્ય યંત્ર હંમેશાં સાથે રાખવું. ‘શ્રીં હિરણ્યગર્ભાય નમ:|’ મંત્રનો રોજ 2 માળાજાપ કરવો.