loader-missing
 ||  જાહેરાત માટે

શનિદેવ ને પ્રસન્ન કરવાના ઉપાય


શનિદેવ ને પ્રસન્ન કરવાના ઉપાય 
(૧)  છાયાદાન કરો. તેના માટે લોખંડના એક પાત્રમાં તેલ લેવું.ત્યારબાદ તેમાં પોતાનો ચહેરો જોવો.પછી આ તેલનું પાત્ર સહીત શાની કે હનુમાન મંદિરમાં દાન કરી દેવું.(૨)  ભોજનમાં મરીનો ઉપયોગ કરો.(૩)  શ્રમિકો,ની:સહાય,વિકલાંગ વ્યક્તિઓને ભોજન કરવો.(૪)  શનિવારે હનુમાન ચાલીસા અથવા સુંદર કાંડ નો પાઠ કરો.(૫)  શનિવારના દિવસે સુર્યાસ્ત પછી લોટમાંથી બનાવેલો દીપક પીપળના વ્રુક્ષ ની નીચે પ્રગટાવવો (૬)  માદક વસ્તુઓનો ઉપયોગ ન કરવો.(૭)  વાંદરાઓને શનિ તથા મંગળવારે ગોળ તથા ચણા ખવડાવવા થી  લાભ થાય.(૮)  કળા કપડામાં આઠસો ગ્રામ લાકડાના કોલસા તથા એક નારીયેલ મુકીને તેને પોતાની ઉપરથી સાત વાર ઉતારીને વહેતા જળમાં વહાવો. સત્તત આઠ શનિવાર સુધી આ પ્રયોગ કરતા રહેવાથી શુભ ફળ મળે છે.(૯)  માટીના વાન્સણમાં સરસવ નું તેલ ભરીને તળાવમાં કે નદીના કિનારે સાંજે દાટી દો.