loader-missing

નવા સમાચાર :-

 ||  જાહેરાત માટે

મંગળનું રાશિ પરિવર્તન


 મેષ, મિથુન, કર્ક, તુલા, વૃશ્ચિક, મકર અને મીનની મુશ્કેલી વધારશે, સાવધાન રહેવું

ઘર્મ ડેસ્ક: ગ્રહોનો સેનાપતિ મંગળ ગ્રહ છે. જેને ઉર્જાનો ભંડાર ગણવામાં આવે છે. આ મંગળ 22 જૂનના રોજ પોતાની વર્તમાન મિથુન રાશિને છોડીને ચંદ્રમાની રાશિ કર્કમાં પ્રવેશ કરશે. તે 9 ઓગષ્ટ સુધી કર્ક રાશિમાં રહેશે. દરેક રાશિ ઉપર આ ગ્રહ પરિવર્તનની કેવી અસર પડશે તે જ્યોતિષાર્ય દૂર્ગા પ્રસાદ અહીં જણાવી રહ્યા છે. 

મંગળનું આ રાશિ પરિવર્તન મેષ, મિથુન, કર્ક, તુલા, વૃશ્ચિક, મકર અને મીનની મુશ્કેલી વધારશે. આ રાશિના જાતકોએ સાવધાન રહેવું પડશે. જ્યારે વૃષભ, સિંહ,કન્યા, ધન અને કુંભ રાશિને લાભ કરાવશે. કઈ રીતે મુશ્કેલી વધારશે અને કઈ રીતે લાભ કરાવશે તે આવો જાણીએ.

મેષ રાશિ- આ રાશિ માટે ચતુર્થ ભાવમાં પરિવર્તન થશે. વાહનની ઈજાથી સાવધાન રહેવું. જીવનસાથીના સ્વાસ્થ્યને લઈને ધ્યાન રાખવું. ભાગદારીના ધંધામાં વિવાદ થઈ શકે છે. નોકરીમાં તમારા ઉપર આરોપ ન લાગે તેનું ધ્યાન રાખવું. માતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. લાભના રસ્તામાં અવરોધ ઊભો થશે. ભાઈ-બહેન સાથે વિવાદ થઈ શકે છે.


ઉપાય- મસુરની દાળનું દાન કરવું. હનુમાનજીને સિંદૂર અને ચમેલીના તેલનું મિશ્રણ કરી લગાવવું. હનુમાન ચાલીસાનો પાઠ કરવો.

..............

વૃષભ રાશિ -વર્તમાન સમયમાં આ રાશિ શનિની ઢય્યાથી પીડિત છે. પરંતુ પરાક્રમ ભાવમાં મંગળનું રાશિ પરિવર્તન થઈ રહ્યું છે. નાની યાત્રા થશે. વિદેશ જવા માંગતા લોકો માટે શ્રેષ્ઠ સમય છે. કોર્ટ-કચેરીના મામલામાં ફસાયેલા લોકો માટે શ્રેષ્ઠ સમય છે, તેમા જીત થશે. લોન સરળતાથી મળી જશે. શત્રુ ઉપર જીત મેળવશો. ધાર્મિક યાત્રા પણ કરી શકો છો. ભાગ્યનો સાથ મળશે. કાર્યક્ષેત્રમાં પ્રગતિ થશે. તમારો પ્રભાવ વધશે. નોકરીમાં બઢતી મળશે. વિદ્યાર્થી માટે સારો સમય છે. સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળશે. માનસિક અશાંતિમાં રાહત મળશે. નાના ભાઈ-બહેન સાથેના સંબંધો બગડી શકે છે. પિતાના સુખમાં ઘટાડો થશે. પિતાનું સ્વાસ્થ્ય પણ બગડી શકે છે.


ઉપાય- હનુમાનજીની આરાધના કરવી. મંગળવાના દિવસે હનુમાનજીના મંદિરમાં જવું, સિંદુર અને ચમેલીના તેલનું મિશ્રણ હનુમાનજીને લગાવવું. આ તેલનું મીશ્રણ એક નાની ડબીમાં ઘરે લઈને આવવું અને રોજ સવારે તેનું તિલક કરવું. તેનાથી અવરોધો દૂર થશે.

....................

મિથુન રાશિ- આ પરિવર્તન તમારા માટે તૃતિય ભાવમાં થઈ રહ્યું છે. આકસ્મિક લાભ થશે. બુદ્ધિ અને જ્ઞાનમાં વધારો થશે. યાત્રા લાભકારક બનશે. ઈજાથી સાવધાન રહેવું. આંખની બીમારી થઈ શકે છે. વાણી કડવી બની શકે છે. પરિવારમાં વિવાદ થઈ શકે છે. સંપત્તિને લઈને વિવાદ થઈ શકે છે. સંતાનને લઈને ચિંતા રહેશે. બાળકોની જિદ્દ વધી શકે છે. વિદ્યાર્થીઓનું મન અભ્યાસમાં લાગશે. પિતા સાથે વિવાદ થઈ શકે છે. ભાગ્યનો સાથ ઓછો મળશે. જ્યા સુધી તમારી રાશિમાં બુધ ગ્રહ સાથે મંગળ રહેશે ત્યાં સુધી તમને સુરક્ષા પૂરી પાડશે.


ઉપાય- દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરવો. ઘીનો દીવો કરવો. મંગળવારના દિવસે મસુરની દાળ, તાંબાનો ટૂકડો અને ગોળ લાલ કપડાંમાં બાંધી મંદિરમાં કે અન્ય કોઈ વ્યક્તિને દાન આપવું.

.............


કર્ક રાશિ- સ્વાસ્થ્યને લઈને તમારી ચિંતા વધશે. ગુસ્સો વધારશે. જિદ્દ વધશે. કામમાં ઉતાવળ કરશો. માતાના સ્વાસ્થ્યની ચિંતા રહેશે. ઘરમાં તમારા કારણે ઝઘડો થઈ શકે છે. લગ્નજીવનમાં પણ ઉતાર-ચઢાવ આવશે. ઈજા પણ થઈ શકે છે. તમારે આ સમય દરમિયાન સાવધાન રહેવું રહેવું પડશે. સંતાનના કારણે મુશ્કેલી વધશે.


ઉપાય- એક કે બે મંગળવાર મસુરની દાળ પોતાની મુઠ્ઠીમાં લઈને પોતાના માથા ઉપરથી સાત વાર ઉતારી વહેતા જળમાં ધીમે ધીમે છોડી દેવી. હનુમાનજીના દર્શન કરવા. ભગવાન શિવજીનો દાડમના રસથી અભિષેક કરવો. તેનાથી લક્ષ્મીની કૃપા મળશે અને લાભ થશે.

................

સિંહ રાશિ- આ પરિભ્રમણ તમને લાભ કરાવશે. ધર્મ સાથે જોડાયેલા રહેવાથી લાભ થશે. જમીન કે ઘર વેચવા માંગો છો તો તેમાં સફળતા અને લાભ મળશે. પરાક્રમમાં વધારો થશે .વિદેશ જવામાં સફળતા મળશે. નાના ભાઈ સાથે વિવાદ થઈ શકે છે. શત્રુઓ ઉપર તમારો વિજય થશે. જીવનસાથીના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. ભાગીદારીના ધંધામાં સાવધાની રાખવી. વેપારમાં વૃદ્ધિ થશે. જમીન-મકાનની બાબતમાં સાવધાની રાખવી. કોઈને પૈસા ઉધાર આપવા નહીં. વાહન ચલાવતી વેળાએ સાવધાની રાખવી.


ઉપાય- હનુમાનજીની આરાધના કરો. હનુમાનજીના મંદિરમાં જઈ તેમની સામે બેસી હનુમાન ચાલીસાનો પાઠ ત્રણ વાર કરવો.

..........

કન્યા રાશિ- આ પરિવર્તન તમારા લાભ ભાવમાં થઈ રહ્યું છે. મંગળ તમને ધનલાભ કરાવશે. પરંતુ ધ્યાન નહીં રાખો તો ખર્ચ વધી શકે છે. શેર બજારમાં ફાયદો થશે. ઋણમાંથી મુક્તિ મળશે. મોટા ભાઈ-બહેન સાથે સંબંધો બગડી શકે છે. પૈતૃક સંપત્તિમાં વિવાદ થઈ શકે છે. ગર્ભવતિ મહિલાઓએ સાવધાની રાખવી. સંતાનને લઈને લઈને ચિંતા રહેશે. વિદ્યાર્થીઓ માટે સમય ઠીક ઠીક રહેશે.


ઉપાય- મસુરની દાળ પોતાની મુઠ્ઠીમાં લઈને પોતાના માથા ઉપરથી સાત વાર ઉતારી વહેતા જળમાં ધીમે ધીમે છોડી દેવી. હનુમાનજી મંદિરમાં હનુમાનજીને સિંદૂર અને ચમેલીનું તેલ ચઢાવવું. હનુમાનજીના મંદિરમાં ઘીનો દીવો કરી હનુમાન ચાલીસાનો પાઠ કરવો.

..............

તુલા રાશિ- આ પરિવર્તન તમારા દશમ ભાવમાં થઈ રહ્યું છે. ધીરજની ઊણપ આપશે. કામમાં ઉતાવળ કરશો. વાતે વાતે ગુસ્સો આવશે. કામમાં અવરોધ આવશે. અધિકારી સાથે વિવાદ થઈ શકે છે. પિતા સાથે સંબંધ ખરાબ થઈ શકે છે. કાર્યક્ષેત્રમાં રાજકારણનો ભોગ બનશો. ઘરનું વાતાવરણ બગડી શકે છે. માતાનું સ્વાસ્થ્ય બગડી શકે છે. સંતાનને લઈને ચિંતા રહેશે. વિદ્યાર્થીઓ માટે સમય ઠીક નથી. ગર્ભવતી મહિલાઓએ સાવધાની રાખવી. પૈતૃક સંપત્તિને લઈને વિવાદ થઈ શકે છે. જીવનસાથી સાથે સંબંધ બગડી શકે છે.


ઉપાય- હનુમાનજીની આરાધના કરવી. મંગળવારે હનુમાનજીના મંદિરમાં જઈને હનુમાનજીને ચમેલીનું તેલ અને સિંદુર લગાવવું. બજરંગબાણનો પાઠ કરવો. તાંબાનું દાન કરવું. નાના-ભાઈ બહેનની મદદ કરવી. આ ઉપાયથી મંગળની પીડાથી મુક્તિ મળશે.

............

વૃશ્ચિક રાશિ- બનેલું કામ બગડશે. ભાગ્યનો સાથ નહીં મળે. પિતાના સુખમાં કમી આવશે. પિતા સાથે સંબંધ બગડશે. જાતકનું મન ધર્મમાં નહીં લાગે. બિનજરૂરી ખર્ચ થશે. ભાઈ-બહેન સાથે સંબંધ બગડેશે. ઘરનું વાતાવરણ બગડશે. કરજમાંથી મુક્તિ મળશે. બીજાના કામમાં માથું ન મારવું.


ઉપાય- ભગવાન શિવની આરાધના કરવી. દાડમના રસથી ભગવાન શિવનો અભિષેક કરવો. હનુમાનજીના દર્શન કરવા.

...........

ધન રાશિ - આઠમાં ભાવમાં આ પરિવર્તન થઈ રહ્યુ છે. કોર્ટ-કચેરીમાં જીત થશે. વિદેશ જવા માંગતા વ્યક્તિઓને સફળતા મળશે. તમારા પરાક્રમથી તમારા બધા કામ સફળ થશે. પરેશાનીમાં રાહત મળશે. આ રાશિમાં શનિની સાડાસાતી ચાલી રહી છે. વાહન ચલાવવામાં સાવધાની રાખવી.


ઉપાય- હનુમાનજીની આરાધના કરવી. મંગળવારના દિવસે હનુમાન ચાલીસાના પાઠ કરવા.

............

મકર રાશિ- આ રાશિમાં શનિની સાડાસાતી ચાલી રહી છે. તમારા માટે મંગળ મુશ્કેલ સ્થિતિ નિર્માણ કરશે. બિઝનેસમાં મુશ્કેલી આવશે. ભાગીદારીના બિઝનેસમાં સંબંધો બગડી શકે છે. જીવનસાથીના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. કાર્યક્ષેત્રમાં મુશ્કેલી આવશે. ધીરજની ઊણપ આવશે. વાણી કડવી બનશે. ક્રોધ વધશે. સમયસર કામ પૂરું નહીં થાય. જમીન ખરીદી સાથે જોડાયેલું કામ સાવધાની પૂર્વક કરવું. આવકમાં અવરોધ આવશે.


ઉપાય- ગોળનું દાન કરવું. મસૂરનું દાન કરવું. તાંબાનું પાત્ર મંદિરમાં દાન કરવું. હનુમાનજીની આરાધના કરવી.

............

કુંભ રાશિ - આ રાશિ માટે સમય સારો રહેશે. વિદેશ જવા માંગતા વ્યક્તિને સફળ થશે. કરજ લેવા માગો છો તો સફળ થશો. ભૌતિક સુખ ઉપર ખર્ચ થશે. સ્વભાવમાં થોડો બદલાવ આવશે. ઈજા થઈ શકે છે. તમારા બધા કામ સફળ થશે. તમે નોકરીમાં બદલી કરવા ઈચ્છો છો તો તેમા સફળતા મળશે. વિદ્યાર્થીઓને સફળતા મળશે. નાના ભાઈ-બહેન સાથેના સંબંધો ન બગડે તેનું ધ્યાન રાખવું. સાથે કામ કરનાર લોકોથી સંભાળવું. પિતાના કાર્યક્ષેત્રમાં અવરોધ આવી શકે છે.


ઉપાય- ભગવાન શિવનો દાડમના રસથી અભિષેક કરવો. હનુમાનજીના મંદિરમાં હનુમાન ચાલીસાના પાઠ કરવા.

..........

મીન રાશિ- કડવી વાણીના કારણે નુકસાન થઈ શકે છે. પિતાના સુખમાં ઘટાડો થશે. વાહન ચલાવવામાં સાવધાની રાખવી. ખર્ચમાં વધારો થશે. આવકમાં ઘટાડો થઈ શકે છે. કોઈનું અપમાન ન કરવું. પૈતૃક સંપત્તિને લઈને વિવાદ વકરશે.


ઉપાય- મંદિરમાં ગોળનું દાન કરવું. મસુરની દાળનું દાન કરવું. હનુમાનજીને ચમેલીનું તેલ અને સિંદૂર ચઢાવવું. મંગળવારે હનુમાન ચાલીસાનો પાઠ કરવો.