ખરેખર પ્રેતયોની હોય છે ?
હા, પ્રેતયોની સાચી હકીકત છે.પ્રેત એ વાયુપ્રધાન શરીર છે.બધા પ્રેત એક સરખા નથી હોતા. બુદ્ધિ અને શક્તિ માં ફરક હોય છે. જુદા-જુદા પ્રકારના પ્રેત,ઓછી-વધુ શક્તિશાળી સારા નરસા સ્વભાવવાળા,શાંત-અશાંત પ્રકુતીવાળા હોય છે અને પ્રકુતિ આધારે એમનું આચરણ હોય છે.અને પ્રકુતિ પ્રમાણે એમનામાં રાગ-દ્રેષ, પોતીકું-પરાયું, વિસમતા-મમતાદિહોય છે.અને એ આધારે સારા-નરસા કર્મો કરે છે.શક્તિ પ્રકુતીના સમન્વયે એ શુભાશુભ હિતાહિત કરે છે.સત્ય પ્રકારના પ્રેત પણ હોય છે પણ અધિક માત્રામાં તો પાપાત્મા,દ્વેષ ,હિંસા પારાયણ હોય છે.
સંસારિક પ્રાણી પદાર્થ પર અસીમ વૈર ય દ્વેષ, અત્યંત આશક્તિ મમતા,પ્રેમ હોવાથી પ્રેતયોની પ્રાપ્ત થાય છે.કોઈ સાથે દ્વેષ વૈર રાખનાર ને પ્રેત યોની મળે છે.જેમના અંત્યેષ્ટિ સંસ્કાર,શાસ્ત્રોક્ત પીંડ દાન, તલની અંજલી,શ્રાધ વગેરે શાસ્ત્ર વિધિ થી કરવામાં નથી આવતા તે પ્રેત યોની પ્રાપ્ત કરે છે.જે ભૂત-પ્રેતની પૂજાર્ચના કરેછે , તામસી સાધન ,ખાનપાન તથા આચાર વિચાર કરે છે તે પ્રાય:પ્રેત થાય છે .શરાબી,ચોરી, લુંટફાટ,હત્યા કરનાર , વ્યભિચારી તથા શાસ્ત્ર વિરુદ્ધ આચરણ કરનારને પ્રેતયોની મળે છે.આત્મહત્યા કરનાર,કોઈ વડે હત્યા થઇ હોય એવા જીવો બદલો વળવા પ્રેતયોની પ્રાપ્ત કરે છે.અને આવા તો અનેક કારણોસર પ્રેતયોની પ્રાપ્ત થાય છે.