loader-missing
 ||  જાહેરાત માટે

લગ્ન પહેલા શા માટે જરૂરી છે કુંડળી મેળાપ?


હિન્દૂ ધર્મ ગ્રંથોમાં સોળ સંસ્કાર બતાવવામાં આવ્યા છે આ સંસ્કારોમાં મહત્વપૂર્ણ સંસ્કાર વિવાહ સંસ્કાર છે. વિવાહ એ વર અને કન્યાનું મિલન માત્ર નથી તેનાથી જોડાય છે બે પરિવાર, બે જીવન. માટે સંબંધ કરતા પહેલા ઘણી સાવધાની રાખવી જરૂરી હોય છે. વિવાહ પછી વર-વધૂનું જીવન સુખી સંપન્ન બને તેવી કામના કરવામાં આવે છે. 

વર-વધૂનું જીવન સુખી રહે તે માટે લગ્ન પહેલા વર-કન્યાની કુંડળી જોવામાં આવે છે. કોઈ જ્યોતિષી દ્વારા ભાવિ દંપતિના ગુણ દોષ તથા બન્નેની પત્રિકાની ગ્રહ સ્થિતિ જોઈ અને તેનું વિવાહ જીવન કેવું રહેશે તેનો અંદાજ લગાવવામાં આવે છે. જો બન્નેની કુંડળીમાં વિવાહ જીવન માટે સારી સ્થિતિ પ્રતિત થાય તો જ જ્યોતિષી લગ્ન કરવાની વાત કરે છે. 


કુંડળી મળવાથી જો કોઈ એવી ગ્રહ સ્થિતિ પ્રતિત થાય કે જેના કારણે બન્નેનું લગ્નજીવન જોખમાય કે દાંપત્ય સમયમાં વિઘ્ન સર્જાય કે ઘરમાં અશાંતિ ઉભી થાય તો તેવા લગ્ન કરવા જોઈ એ નહીં. 

કુંડળીના સાચા અધ્યયનથી કોઈ પણ વ્યક્તિના બધા ગુણ-દોષ જાણી શકાય છે. કુંડળીમાં સ્થિત ગ્રહોના આધારે જ આપણો વ્યવહાર, આચાર-વિચાર વગેરે નિર્મિત થાય છે. તેના ભવિષ્ય સાથે જોડાયેલી જાણકારી પ્રાપ્ત કરવામાં આવે છે. 

કુંડળીથી જ જાણી શકાય કે વર-વધૂ ભવિષ્યમાં એકબીજાની સફળતા માટે સહયોગી છે કે નહીં. વર-કન્યાની કુંડળીના મેળાપથી બન્નેના ભવિષ્યને જાણી શકાય છે માટે લગ્ન પહેલા કુંડળીનો મેળાપ કરવો જોઈએ.